
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે BCCIએ રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફી પછી પોતાના ભવિષ્યની યોજના બનાવવા માટે સરળ રીતે કહ્યું છે. કારણ કે, ટીમ મેનેજમેન્ટ હવે તેમનાથી આગળ વિચારી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2027ની તૈયારી શરૂ કરશે અને તેને જોતા તે રોહિતની જગ્યાએ નવા ખેલાડીઓને તક આપવાના મૂડમાં છે.

પરંતુ રોહિત તેના કરિયરની છેલ્લી સિરીઝ રમવા જઈ રહ્યો છે તે અંગે દરેકને શંકા છે. મતલબ કે તે પોતાની છેલ્લી મેચ ઘરઆંગણે દુનિયાના સૌથી મોટા મેદાન એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમી શકે છે.

આ સ્ટેડિયમની કુલ ક્ષમતા 1,32,000 ચાહકોની છે. ભારત-ઈંગ્લેન્ડ વનડે સિરીઝની છેલ્લી મેચ તે તમામ ચાહકો માટે ઐતિહાસિક ક્ષણ બની શકે છે. તે પોતાની આંખો સામે રોહિત શર્માને પોતાના હોમ ગ્રાઉન્ડ પર પોતાની કારકિર્દીની છેલ્લી મેચ રમતા જોઈ શકે છે. 3 વનડે મેચમાંથી એક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે મેચ રમાશે.12 ફેબ્રુઆરી - ત્રીજી વનડે, અમદાવાદ (ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે) રમાશે.