રોહિત શર્મા સદી તો ન કરી શક્યો પણ તોડ્યા આ 5 રેકોર્ડ, યુવરાજ સિંહ અને વિરાટ કોહલી બંનેને પાછળ છોડી દીધા

|

Jun 24, 2024 | 11:16 PM

રોહિત શર્માએ T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય કેપ્ટને તોફાની બેટિંગ કરી અને 41 બોલમાં 92 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. રોહિત શર્માનો સ્ટ્રાઈક રેટ 224 હતો અને તેના બેટમાંથી 8 છગ્ગા અને 7 ચોગ્ગા આવ્યા હતા. રોહિત શર્મા આ મેચમાં સદી ફટકારવામાં ચૂકી ગયો હતો પરંતુ તેણે કેટલાક એવા રેકોર્ડ પોતાના નામે કર્યા જે ખરેખર આશ્ચર્યજનક છે. રોહિતે તેની ઈનિંગ્સમાં વિરાટ કોહલી અને યુવરાજ સિંહ જેવા દિગ્ગજોને પછાડ્યા હતા. આવો તમને જણાવીએ કે રોહિત શર્માએ કયા રેકોર્ડ બનાવ્યા હતા.

1 / 5
રોહિત શર્માનો પ્રથમ રેકોર્ડ: રોહિત શર્માએ માત્ર 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે પાવરપ્લે દરમિયાન જ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો અને તે T20 વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ કેપ્ટન છે.

2 / 5
રોહિત શર્માનો બીજો રેકોર્ડ: રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 8 સિક્સર ફટકારી હતી. તે T20 વર્લ્ડ કપ મેચમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. રોહિતે 2007માં ઈંગ્લેન્ડ સામે 7 સિક્સર ફટકારનાર યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો.

3 / 5
રોહિત શર્માનો ત્રીજો રેકોર્ડ: રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી ઈનિંગ્સ રમનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી કોઈ કેપ્ટને સદી ફટકારી નથી. આ સાથે જ રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મોટી ઇનિંગ રમનાર ઓપનર બની ગયો છે.

4 / 5
રોહિતનો ચોથો રેકોર્ડ: રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 200 સિક્સ પણ પૂરી કરી છે. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે. રોહિત બાદ માર્ટિન ગુપ્ટિલે T20માં સૌથી વધુ 173 સિક્સર ફટકારી છે.

5 / 5
રોહિતનો પાંચમો રેકોર્ડ: રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2024માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. રોહિતે 19 બોલમાં અડધી સદી ફટકારીને એરોન જોન્સ અને ક્વિન્ટન ડી કોકને પાછળ છોડી દીધા હતા.

Published On - 11:09 pm, Mon, 24 June 24

Next Photo Gallery