
રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ અને પુત્રી સમાયરા પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનું કારણ એ છે કે તે IPL, વિદેશી પ્રવાસો અને ભારતમાં રમાતી મેચો દરમિયાન રોહિત શર્માને સપોર્ટ કરતી સ્ટેન્ડમાં જોવા મળે છે.

રોહિત શર્માએ એકવાર ટ્વિટર પર ખુલાસો કર્યો હતો કે તેની માતૃભાષા તેલુગુ છે કારણ કે તેની માતા વિશાખાપટ્ટનમની છે.રોહિત શર્માનો એક નાનો ભાઈ વિશાલ પણ છે. વિશાલ પરિણીત છે. તે તેની પત્ની સાથેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતો રહે છે.

વિશાલ રોહિતનો નાનો ભાઈ છે, પરંતુ તે લાઈમલાઈટથી દૂર રહે છે. રોહિતના ઈન્સ્ટાગ્રામ પર 1200 થી વધુ પોસ્ટમાં પણ વિશાલ સાથે તેની માત્ર 4 થી 5 તસવીરો છે. વિશાલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ભાઈ સાથે માંડ 3 કે 4 ફોટા શેર કર્યા છે, એક તેના પોતાના લગ્નના અને એક તેના બાળપણના.
Published On - 1:29 pm, Thu, 29 June 23