
ધોની 295 મેચ જીતેલી ભારતીય ટીમમાં સામેલ હતો. વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામેની જીત રોહિતની ભારતીય ટીમ સાથે 296મી જીત હતી. ભારત તરફથી રમતા સૌથી વધુ જીત મેળવનાર ખેલાડી વિરાટ કોહલી છે. કોહલી ભારતીય ટીમની 313 જીતમાં ટીમમાં સામેલ હતો.

કેપ્ટન તરીકે રોહિતની ટેસ્ટ કારકિર્દી પર નજર કરીએ તો તેણે 54 ટકા મેચો જીતી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેની જીતની ટકાવારી 50 ટકા છે.