ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બેટ્સમેનો ઘરેલુ ક્રિકેટ મેચમાં 10 રન પણ ના કરી શક્યા

|

Jan 23, 2025 | 4:07 PM

રોહિત શર્મા, રિષભ પંત, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ… આ બધા ભારતીય ટીમના બેટિંગ સુપરસ્ટાર છે. પરંતુ, લાંબા સમય બાદ રણજી ટ્રોફીમાં રમવા આવેલા આ તમામ ખેલાડીઓ પોતપોતાની ઘરઆંગણાની ટીમો માટે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. કોઈપણ ખેલાડી મોટો સ્કોર કરી શક્યો નહીં. ખાસ વાત એ છે કે આ સ્ટાર ખેલાડીઓને 10 રન કરવામાં પણ ફાંફા પડ્યા હતા.

1 / 6
રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, શુભમન ગિલ સહિત અનેક સ્ટાર ખેલાડીઓ હાલમાં રણજી ટ્રોફીમાં રમી રહ્યા છે. પરંતુ, તે તમામ મેચની પ્રથમ ઈનિંગમાં 10 રન બનાવવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. મતલબ કે આ બધા ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા અને પેવેલિયન પરત ફર્યા હતા.

2 / 6
પંજાબ માટે રણજી રમવા આવેલ શુભમન ગિલ ટીમનો કેપ્ટન પણ છે. તેના પર કર્ણાટક સામે ટીમને સારી શરૂઆત અપાવવાની જવાબદારી હતી. પરંતુ, તે આમ કરવામાં નિષ્ફળ ગયો. તેના તરફથી 10 રન પણ બન્યા ન હતા. 8 બોલનો સામનો કરીને તે માત્ર 4 રન જ બનાવી શક્યો હતો.

3 / 6
રિષભ પંતની કહાની ગિલ કરતા પણ ખરાબ હતી. દિલ્હી માટે વિકેટ કીપર બેટ્સમેન તરીકે રમનાર પંત સૌરાષ્ટ્ર સામે ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. તેણે મેચની પ્રથમ ઈનિંગમાં 10 બોલનો સામનો કર્યો હતો, પરંતુ તેમાંથી 10 રન બનાવ્યા ન હતા. ડાબોડી બેટ્સમેન પંત માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

4 / 6
રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરે છે. પરંતુ, હાલમાં બંને ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે મોટી ભાગીદારી બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ જ રીતે બંને જમ્મુ-કાશ્મીર સામેની રણજી મેચની પ્રથમ ઈનિંગમાં નિષ્ફળ રહ્યા હતા. બંનેએ મળીને મુંબઈ માટે માત્ર 6 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.

5 / 6
યશસ્વી જયસ્વાલે 8 બોલનો સામનો કરીને 4 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્માએ 19 બોલનો સામનો કર્યો હતો પરંતુ તે પણ 10 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. રોહિતે માત્ર 3 રન બનાવ્યા હતા.

6 / 6
ટીમ ઈન્ડિયાનો અન્ય એક સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યર પણ મુંબઈ તરફથી રમી રહ્યો છે. પરંતુ તે પણ પ્રથમ દાવમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. શ્રેયસ બાકીના કરતા અલગ રહ્યો, કારણ કે તેણે 10 થી વધુ રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર 11 રન બનાવીને આઉટ થયો હતો.  (All Photo Credit : PTI)

Published On - 4:06 pm, Thu, 23 January 25

Next Photo Gallery