
સિકંદર રઝા ઝિમ્બાબ્વેનો સ્ટાર ખેલાડી છે, ટી20 વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે ટીમનો કેપ્ટન પણ છે, પરંતુ ઓછા લોકો એ જાણતા હશે કે ઝિમ્બાબ્વેના આ ઓલરાઉન્ડર ખેલાડીનું પાકિસ્તાન કનેક્શન છે. રઝાનો જન્મ 24 એપ્રિલ 1986ના રોજ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો

2002માં તેમનો પરિવાર ઝિમ્બાબ્વે શિફ્ટ થયો હતો.રઝાનો જન્મ સિયાલકોટમાં એક પંજાબી ભાષી કાશ્મીરી મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમણે ત્રણ વર્ષ સુધી પાકિસ્તાન એરફોર્સ પબ્લિક સ્કૂલ લોઅર ટોપામાં અભ્યાસ કર્યો હતો.

સિકંદર રઝાનો પરિવાર જુઓ

પાકિસ્તાન એરફોર્સ પાઇલટ બનવાની ઇચ્છા હતી, પરંતુ જ્યારે તેઓ તે સમયે પાકિસ્તાન એરફોર્સમાં પસંદગી માટે તેની આંખમાં થોડીક પરેશાની હોવાના કારણે એરફોર્સમાં પાયલટ બનવાનું સપનું પુરૂ થઈ શક્યું ન હતું.

તેમનું સપનું અધૂરું રહ્યું આજે તે એક ક્રિકેટર છે.2002માં રઝા તેમના પરિવાર સાથે ઝિમ્બાબ્વે ગયા. તેઓ સ્કોટલેન્ડ ગયા, જ્યાં તેમણે ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સિટીમાંથી સોફ્ટવેર એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી.

2006ની સીઝન દરમિયાન, તેમણે વિયર્સ સીસી માટે ત્રણ ટી20 સદી ફટકારી હતી.સિકંદર રઝા બટ્ટ ઝિમ્બાબ્વેનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે એક ઓલરાઉન્ડર છે, જે જમણા હાથે બેટિંગ કરે છે અને જમણા હાથે ઓફ સ્પિન બોલિંગ કરે છે.

સિકંદર રઝાએ મે 2013માં ઝિમ્બાબ્વે માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને તે તેના દેશનો T20I સદી ફટકારનાર પ્રથમ ખેલાડી છે. તે ઝિમ્બાબ્વે T20I ટીમનો વર્તમાન કેપ્ટન છે.

ઝિમ્બાબ્વેના ક્રિકેટર સિકંદર રઝાના નાના ભાઈ મોહમ્મદ મહદીનું નિધન થઈ ચૂક્યું છે.રઝાના ભાઈને જન્મથી જ હિમોફિલિયા નામનો રોગ હતો,

સિકંદર રઝા હવે આગામી T20 વર્લ્ડ કપ 2026 માં એક્શનમાં જોવા મળશે. ઝિમ્બાબ્વેને ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયર્લેન્ડ અને ઓમાન સાથે ગ્રુપ B માં છે. ઝિમ્બાબ્વે 9 ફેબ્રુઆરીએ ઓમાન સામે પોતાના અભિયાનની શરુઆત કરશે.

રઝા છેલ્લે ILT20 2025 અભિયાન દરમિયાન શારજાહ વોરિયર્સ તરફથી રમતા જોવા મળ્યા હતા, જ્યાં તેમણે 10 મેચ રમી હતી, જેમાં 171 રન બનાવ્યા હતા અને 10 વિકેટ લીધી હતી. તેમના ઓલરાઉન્ડ પ્રદર્શન છતાં, વોરિયર્સ 10 મેચમાંથી ત્રણ જીત સાથે ટેબલમાં તળિયે રહ્યા બાદ ટુર્નામેન્ટના પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયા.

સિકંદર રઝાએ 2023 અને 2024માં પંજાબ કિંગ્સ માટે બે IPL સીઝન રમી છે. આ સમયગાળા દરમિયાન, તેમણે નવ મેચમાં 26.00 ની સરેરાશ અને 133.82ના સ્ટ્રાઇક રેટથી 182 રન બનાવ્યા હતા.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 57 હતો. રઝાનો જન્મ 24 એપ્રિલ, 1986 ના રોજ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો.

સિકંદર રઝા ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સ માટે બે સીઝન, 2023 અને 2024 માટે રમ્યો હતો. તેમણે IPL 2026 માટે પણ રજિસ્ટ્રેશન કર્યું હતુ, પરંતુ કમનસીબે, IPL મીની-ઓક્શનમાં તે અનશોલ્ડ રહ્યો છે,