
ભારતના ડ્રોન હુમલા બાદ રાવલપિંડી સ્ટેડિયમને પણ ભારે નુકસાન થયું હતું. જેના કારણે 8 મેના રોજ કરાચી કિંગ્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચેની મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા આ સ્ટેડિયમનું રિનોવેશન કરાવ્યું હતું, જેનો ખર્ચ આશરે 400 કરોડ રૂપિયા થયો હતો.

ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ ક્રિકેટ શ્રેણી રમાતી નથી. બંને દેશો ફક્ત ICC ઈવેન્ટ્સ અથવા એશિયા કપમાં જ એકબીજાનો સામનો કરે છે. પરંતુ હવે બંને ટીમો વચ્ચે કોઈ પણ મેચ યોજવી લગભગ અશક્ય છે. પહેલગામ હુમલા પછી BCCIએ ICC ટુર્નામેન્ટમાં ભારતને પાકિસ્તાન સાથે એક ગ્રુપમાં ન રાખવા ICCને માંગ કરી છે. જો આવું થાય તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 220 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે. (All Photo Credit : PTI / X)
Published On - 4:59 pm, Fri, 9 May 25