કેએલ રાહુલ નહીં, 16.50 કરોડમાં ટીમમાં સામેલ આ ગુજ્જુ ખેલાડી બનશે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન

દિલ્હી કેપિટલ્સ હજુ સુધી IPL ટ્રોફી જીતઈ શક્યું નથી. વર્ષ 2020માં દિલ્હીની ટીમ ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ત્યાર બાદ ટીમનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. હવે આ કાર્યને પૂર્ણ કરવા માટે ટીમે પોતાનો નવો કેપ્ટન નક્કી કર્યો છે, જાણો કોણ છે તે ખેલાડી?

| Updated on: Jan 16, 2025 | 8:45 PM
4 / 7
અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સે રૂ.16.50 કરોડની મોટી કિંમતે રિટેન કર્યો હતો. આ ડાબોડી ઓલરાઉન્ડર લાંબા સમયથી દિલ્હી માટે સારું રમી રહ્યો છે અને તેનું સ્માર્ટ વલણ તેને કેપ્ટનશિપ માટે શ્રેષ્ઠ બનાવે છે.

5 / 7
અક્ષર પટેલે IPLમાં 150 મેચ રમી છે, જેમાં તેણે 21.47ની એવરેજથી 1653 રન બનાવ્યા છે. આ સિવાય અક્ષરે 123 વિકેટ લીધી છે. તેનો ઈકોનોમી રેટ પણ 7.28 રન પ્રતિ ઓવર છે. ગત સિઝનની વાત કરીએ તો અક્ષરે 29.38ની એવરેજથી 235 રન બનાવ્યા હતા અને 11 વિકેટ લેવામાં પણ તે સફળ રહ્યો હતો.

6 / 7
દિલ્હી પાસે કેપ્ટનશિપના અન્ય વિકલ્પો હતા. કેએલ રાહુલ એક મોટું નામ હતું કારણ કે તે છેલ્લી 3 સિઝનથી લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન હતો. ફાફ ડુ પ્લેસિસ પણ દિલ્હીની ટીમ સાથે જોડાયેલો છે, જે RCBનો કેપ્ટન રહી ચૂક્યો છે. પરંતુ ટીમમાં આ બે દિગ્ગજ ખેલાડીઓ હોવા છતાં દિલ્હી ફ્રેન્ચાઈઝીએ અક્ષર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

7 / 7
દિલ્હી કેપિટલ્સ સ્ક્વોડ : કેએલ રાહુલ, હેરી બ્રુક, જેક ફ્રેઝર મેગાર્ક, કરુણ નાયર, ફાફ ડુ પ્લેસિસ, ડોનોવન ફરેરા, અભિષેક પોરેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ રિઝવી, દર્શન નલકાંડે, વિપરાજ નિગમ, અજય મંડલ, માનવવંત કુમાર, ટી વિજય, માધવ તિવારી, અક્ષર પટેલ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મોહિત શર્મા, મુકેશ કુમાર, દુષ્મંત ચમીરા, કુલદીપ યાદવ. (All Photo Credit : PTI)