ફક્ત વૈભવ સૂર્યવંશી જ નહીં, આ 8 ભારતીય ખેલાડીઓએ પણ સચિન તેંડુલકર કરતાં ઓછી ઉંમરે કર્યું હતું ડેબ્યૂ

વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરીને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. પરંતુ શું તમે જાણો છો કે વૈભવ પહેલા આઠ ભારતીય ક્રિકેટરોએ પણ સચિન કરતાં ઓછી ઉંમરે કર્યું હતું ડેબ્યૂ હતું. ચાલો જાણીએ કોણ છે આ ખેલાડીઓ.

| Updated on: Jul 04, 2026 | 9:22 PM
1 / 5
વૈભવ સૂર્યવંશીને ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર T20 માં ડેબ્યૂ મળ્યું. તે સચિનનો રેકોર્ડ તોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો. પરંતુ શું તમે જાણો છો કે સૂર્યવંશી પહેલા આઠ અન્ય ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરી ચૂક્યા છે?

2 / 5
પુરુષ અને મહિલા બંને ક્રિકેટમાં, વૈભવ સૂર્યવંશી 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો. અગાઉ, આ રેકોર્ડ શેફાલી વર્માના નામે હતો, જેણે 15 વર્ષ અને 239 દિવસની ઉંમરે ભારત માટે પોતાની પહેલી મેચ રમી હતી.

3 / 5
બે અન્ય ખેલાડીઓ, શર્મિલા ચક્રવર્તી અને રજની વેણુગોપાલે પણ 15 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. શર્મિલા ચક્રવર્તીએ 15 વર્ષ અને 241 દિવસની ઉંમરે, જ્યારે રજની વેણુગોપાલે 15 વર્ષ અને 283 દિવસની ઉંમરે ભારત માટે પહેલી આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કર્યું હતું.

4 / 5
ટી. કામિનીએ 16 વર્ષ 136 દિવસની ઉંમરે, રિચા ઘોષે 16 વર્ષ 137 દિવસની ઉંમરે, ગાર્ગી બેનર્જીએ 16 વર્ષ 165 દિવસની ઉંમરે, નીલિમા જોગલેકરએ 16 વર્ષ 184 દિવસની ઉંમરે અને સ્નેહા દીપ્તિએ 16 વર્ષ 204 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું.

5 / 5
સચિન તેંડુલકરે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. પાકિસ્તાનના હસન રઝાએ 14 વર્ષ અને 227 દિવસની ઉંમરે ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ કર્યું હતું, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂનો વિશ્વ રેકોર્ડ છે. (PC-PTI/X/GETTY IMAGES)

Follow Us
Loading...
Unable to load recommendations.