
મુંબઈ ઈન્ડિયન્સે આ સિઝનમાં પોતાનો કેપ્ટન બદલ્યો છે. રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી હતી. જેના કારણે ટીમને માત્ર નુકસાન જ સહન કરવું પડ્યું. આ ટીમને સ્ટેડિયમમાં પણ તેમના પ્રશંસકો તરફથી સમર્થન મળ્યું ન હતું અને પંડ્યાના નેતૃત્વમાં મુંબઈનું પ્રદર્શન પણ ખૂબ જ નબળું રહ્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત IPLમાંથી બહાર થનારી પ્રથમ ટીમ છે. વર્ષ 2022માં પણ આ ટીમ પ્રથમ વખત નોકઆઉટ થઈ હતી.