
કુલદીપ યાદવે UAE સામેની મેચમાં 2.1 ઓવરમાં માત્ર 7 રન આપીને 4 વિકેટ લીધી હતી અને હવે તેણે પાકિસ્તાન સામે 3 વિકેટ લઈને ઇતિહાસ રચી દીધો છે.આ સાથે કુલદીપ યાદવે ટી20 એશિયા કપમાં બેક ટુ બેક 3 વિકેટ લઈ ઈતિહાસ રચી દીધો હતો. આવું કરનાર પહેલો બોલર બન્યો છે.

કુલદીપ યાદવને એશિયા કપ 2025માં સતત બીજી મેચ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ આપવામાં આવ્યો છે.સૂર્યકુમાર યાદવે અણનમ 47 રન બનાવ્યા. અભિષેક શર્માએ 13 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ રમી અને તિલક વર્માએ પણ 31 રનનું યોગદાન આપ્યું, પરંતુ કુલદીપ યાદવની 3 વિકેટે મેચ પર સૌથી વધુ અસર કરી હતી.

કુલદીપ યાદવ એશિયા કપ 2025માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 2 મેચમાં 7 વિકેટ લીધી છે. (photo : pti)