
શ્રેયસ અય્યર પણ છેલ્લી ત્રણ ટેસ્ટથી ટીમમાં નથી. મિડલ ઓર્ડરમાં રજત પાટીદાર અને સરફરાઝ ખાન જેવા ખેલાડીઓ છે. એટલું જ નહીં, વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલને પણ રાજકોટમાં તક મળી રહી હોવાનું કહેવાય છે, આ તેની ડેબ્યૂ ટેસ્ટ હશે.

જો કે કેએલ રાહુલ બેટિંગ રમવા માટે ફિટ દેખાતો હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને વધુ એક સપ્તાહ આરામ આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે કેએલ રાહુલ ચોથી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળશે. સારા સમાચાર એ છે કે રવીન્દ્ર જાડેજા સંપૂર્ણપણે ફિટ છે. તેણે રાજકોટમાં પ્રેક્ટિસ પણ કરી હતી. તેણે આ મેદાન પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે.