
IPLની વર્તમાન સિઝનમાં, તેણે અત્યાર સુધીમાં 11 મેચ રમી છે અને 61.62ની સરેરાશથી 493 રન બનાવ્યા છે. જેમાં ગુજરાત સામે 112 રનની અણનમ ઈનિંગનો પણ સમાવેશ થાય છે. આ સિઝનમાં તેણે 148.04ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે. 1 સદી ઉપરાંત તેણે 3 અડધી સદી પણ ફટકારી છે.

કેએલ રાહુલે 2022ના T20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે છેલ્લી T20 મેચ રમી હતી. આ ટુર્નામેન્ટમાં, તેણે 6 મેચ રમી અને 21.33ની સરેરાશથી ફક્ત 128 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ પણ 120.75 હતો.

રાહુલના તાજેતરના ફોર્મ અને અનુભવને ધ્યાનમાં લેતા પસંદગીકારો હવે તેને એક મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. ખાસ કરીને ભારતીય ટીમને 2026ના T20 વર્લ્ડ કપની તૈયારી માટે અનુભવી અને યુવા ખેલાડીઓના મિશ્રણની જરૂર છે અને રાહુલ આ ભૂમિકામાં સંપૂર્ણ રીતે ફિટ બેસે છે. (All Photo Credit : PTI / X)