
જાસ્મીન વાલિયાએ 2014 માં પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી હતી. ચેનલ પર, જાસ્મીન બીજાના ગીતો ગાઈને પોતાની પ્રતિભા બતાવતી હતી. તેણે ઝેક નાઈટ, ઇન્ટેન્સ-ટી અને ગ્રીન મ્યુઝિક સાથે હાથ મિલાવ્યા અને પછી તેને 2017 માં 'બોડ ડિગી' દ્વારા સૌથી મોટો બ્રેક મળ્યો. જાસ્મીને પહેલી વાર જેક નાઈટ સાથે પરફોર્મ કર્યું અને તેની લોકપ્રિયતા વધુ વધી ગઈ.

વર્ષ 2018 માં, તેમણે બોલિવૂડ ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી' માટે 'બોમ ડિગી ડિગી' ગીતનું રિમેક બનાવ્યું. વર્ષ 2022 માં, જાસ્મીન વાલિયાએ બિગ બોસ 13 ના ફાઇનલિસ્ટ અસીમ રિયાઝ સાથે નાઇટ્સ એન ફાઇટસ નામનો એક મ્યુઝિક વિડિયો કર્યો અને તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી. આસીમ રિયાઝ સાથેના તેના આ વીડિયોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું. તેને ટાઇમ્સ સ્ક્વેર બિલબોર્ડ પર પણ સ્થાન મળ્યું. (All Photo : PTI/Getty/X)
Published On - 10:12 pm, Sun, 23 February 25