
શ્રેયસ અય્યર: KKRની કેપ્ટનશીપ કરી રહેલા અય્યર પણ IPL 2024માં રમાયેલી પ્રથમ 6 ઈનિંગ્સમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તેના નામે કોઈ અડધી સદી નથી. ખાતામાં માત્ર 140 રન નોંધાયા છે. અય્યરનું ખરાબ ફોર્મ ચોક્કસપણે તેની પસંદગી ન થવા પાછળનું કારણ હોઈ શકે છે. આ સિવાય સૂર્યકુમારની ઈજા બાદ તેની બેટિંગ પણ તેનું સિલેક્શન મીટર બગાડી રહી હોય તેવું લાગી શકે છે.

જીતેશ શર્માઃ આ વિકેટકીપર બેટ્સમેનને ભારતીય ટીમ મેનેજમેન્ટનું સમર્થન મળી શકે છે. પરંતુ, રિષભ પંતની વાપસી બાદ તેની પસંદગી થવાની આશા ઓછી થઈ ગઈ છે. આ સિવાય સંજુ સેમસનના જોરદાર પ્રદર્શનથી જીતેશની તક હવે ઓછી થઈ છે. IPL 2024ની પ્રથમ 6 ઈનિંગ્સમાં જીતેશ શર્માએ માત્ર 106 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 29 રન રહ્યો છે.