
2012માં જ્યારે જાડેજા CSK ફ્રેન્ચાઈઝમાં જોડાયો, ત્યારે તેને 9.2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો. ત્યારબાદ 2014માં તેનો પગાર ઘટાડીને 5.5 કરોડ રૂપિયા કરવામાં આવ્યો. તે 2018માં 7 કરોડ રૂપિયામાં CSKમાં પાછો ફર્યો. 2022માં તેને CSK દ્વારા ₹16 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો અને 2025માં તેને CSK દ્વારા 18 કરોડ રૂપિયાના રેકોર્ડ બ્રેક પગાર સાથે રિટેન કરવામાં આવ્યો.

કુલ મળીને, જાડેજાએ CSK ફ્રેન્ચાઈઝ સાથે 12 સિઝન વિતાવી અને તે દરમિયાન જાડેજા અબજોપતિ બન્યો. CSK સાથેના તેના સમય દરમિયાન, જાડેજાએ કુલ 123.4 કરોડ રૂપિયા કમાયા, જે એમએસ ધોની 192.8 કરોડ રૂપિયા પછી ફ્રેન્ચાઈઝ માટે બીજા ક્રમની સૌથી વધુ કમાણી છે. (PC: PTI)