
ખાસ વાત તો એ છે કે, ટોપ 4માં જે ટીમ સામેલ છે. તેમાંથી માત્ર એક ટીમ જ ટાઈટલ જીતી ચૂકી છે.

છેલ્લા 4 સ્થાને રહેલી ટીમોએ કુલ 12 વખત ટ્રોફી જીતી છે.આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર ગુજરાત ટાઈટન્સની ટીમ છે. બીજા નંબર પર દિલ્હી કેપિટલ્સ છે. જેમણે 4માંથી 3 મેચ જીતી છે.

આરસીબી પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. પંજાબ કિંગ્સ ચોથા સ્થાને છે. જેમણે 3માંથી 2 મેચ જીતી છે. લખનૌ સુપર જાયન્ટસ ટોપ 5માં છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ છઠ્ઠા નંબર પર છે. સાતમાં નંબર પર રાજસ્થાન રોયલ્સની ટીમ છે. જેમણે 4માંથી 2 મેચ જીતી છે.

આઠમાં સ્થાને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે. જેમણે 5માંથી માત્ર એક મેચ જીતી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 3 મેચ હારી છે અને હૈદરાબાદ 4 મેચ હારી છે.સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે.