
IPL 2026 ની MI vs KKR મેચમાં બીજી ઇનિંગ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ ચાલી રહી હતી અને ટીમ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી હતી. આ સમયે એક મહત્વપૂર્ણ ક્ષણ આવી જે મેચનો રૂખ બદલી શકે તેવી હતી.

કાર્તિક ત્યાગીએ 10મી ઓવરના બીજા બોલ પર રાયન રિકેલ્ટન સામે ઉત્તમ બોલિંગ કરી અને તેને આઉટ કરવાની સારો મોકો બનાવ્યો.

બોલ ડીપમાં ગયો જ્યાં વૈભવ અરોરા ફીલ્ડિંગમાં હાજર હતા, પરંતુ તેમણે સરળ લાગતો કેચ છોડ્યો.

તે સમયે રિકેલ્ટન 27 બોલમાં 52 રન બનાવી ચૂક્યો હતો અને સંપૂર્ણ રીતે સેટ દેખાઈ રહ્યો હતો. આ કેચ પકડાયો હોત તો મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગી શક્યો હોત, પરંતુ આ ભૂલથી ટીમને રાહત મળી ગઈ.

રિકેલ્ટન પહેલેથી જ સારી ફોર્મમાં હતો અને આ લાઈફલાઇન મળ્યા બાદ તેણે વધુ આત્મવિશ્વાસ સાથે રમવાનું ચાલુ રાખ્યું. તેના આક્રમક શોટ્સથી KKR ના બોલર્સ પર દબાણ વધતું ગયું. મહત્વનું છે કે Rickelton 43 બોલમાં 81 રન બનાવી આઉટ થયો હતો.

આ કારણે વૈભવ અરોરાનો આ છોડાયેલો કેચ હવે KKR માટે મોંઘો સાબિત થઈ શકે છે, કારણ કે એક સેટ બેટ્સમેનને બીજી તક આપવી ઘણીવાર મેચનું પરિણામ બદલી નાખે છે.(All Image - BCCI)