
આજની પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.બીજી મેચ ગુજરાત અને દિલ્હી કેપિટ્લસ વચ્ચે રમાશે. જો રાજસ્થાનની ટીમ પંજાબ કિંગ્સને હરાવી દે છે. તો આરસીબી પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લેશે. આ પરિસ્થિતિમાં પંજાબની આશા પૂર્ણ થશે.

જો ગુજરાતે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું તો આરસીબી અને ગુજરાત બંન્ને પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લેશે. જેમાં દિલ્હી માટે થોડી મુશ્કેલ પરિસ્થિતિ સર્જાશે. બંન્ને ટીમ આગલા રાઉન્ડમાં પહોંચી જશે. જો પંજાબની ટીમ રાજસ્થાનને હરાવી દે છે તો ગુજરાતની ટીમ દિલ્હીની હરાવી દે છે તો 3 ટીમ પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સની ટીમ પ્લઓફમાં સ્થાન મેળવી લેશે.

જો PBKS RR ને હરાવે અને DC GT ને હરાવે, તો કોઈપણ ટીમ હાલમાં સત્તાવાર રીતે ક્વોલિફાય થશે નહીં. આ જ કારણ છે કે ચાહકોની નજર આજે બંને મેચ પર ટકેલી છે. દરેક બોલ અને દરેક ઓવર પ્લેઓફનું ચિત્ર બદલી શકે છે.

આજનો દિવસ ચારેય ટીમો RCB, GT, PBKS અને DC માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે જોવાનું એ છે કે કોનું નસીબ ચમકે છે અને કોણ પ્લેઓફની રેસમાંથી બહાર થાય છે.