IPL 2025 : લખનૌની જીતના હીરો શાર્દુલ ઠાકુરને ‘લોર્ડ શાર્દુલ’ કેમ કહેવામાં આવે છે?

|

Mar 28, 2025 | 4:32 PM

IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સની પહેલી જીતમાં શાર્દુલ ઠાકુરે મહત્વની ભૂમિકા ભજવી હતી. એમ કહી શકાય કે જો શાર્દૂલ ન હોત તો LSG હૈદરાબાદને હરાવી જ ન શક્યું હોત. IPL ઓક્શનમાં જેને કોઈએ ન ખરીદ્યો તે શાર્દૂલે રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ થઈ ધમાકેદાર પ્રદર્શન કરી ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો હતો. આ સાથે જ તેણે સાબિત કર્યું કે કેમ ફેન્સ તેને 'લોર્ડ શાર્દુલ' કહે છે. શાર્દુલ ઠાકુરને 'લોર્ડ શાર્દુલ' નામ ક્યાંથી મળ્યું? અને કેમ તેને ફેન્સ 'લોર્ડ' કહે છે? તમામ સવાલોના જવાબ જાણો આ ખાસ આર્ટિકલમાં.

1 / 10
'શાર્દુલ ઠાકુર' આ નામ IPL ઓક્શન પહેલા, ઓક્શન બાદ, IPL 2025 શરૂ થવા પહેલા અને IPL 2025 શરૂ થયા બાદ પણ ચર્ચામાં છે. કારણકે શાર્દુલ ઠાકુરને ઓક્શનમાં કોઈ ટીમે ખરીદ્યો નહીં અને હવે રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં કમબેક કરતા જોરદાર પ્રદર્શન કરી હવે તેણે બધાની બોલતી બંધ કરી દીધી છે.

2 / 10
શાર્દુલ ઠાકુરે IPL 2025માં LSGની પહેલી જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. એમ કહી શકાય કે જો શાર્દૂલ ન હોત તો LSG હૈદરાબાદને હરાવી જ ન શક્યું હોત. આવું એટલા માટે કારણ કે શાર્દૂલે આ મેચમાં કુલ ચાર વિકેટ લીધી હતી અને IPL 2025ની સૌથી ખતરનાક ટોપ ઓર્ડર બેટિંગ લાઈનઅપને ધવસ્ત કરી હતી.

3 / 10
ખાસ વાત એ છે કે IPL ઓક્શનમાં કોઈ ટીમે શાર્દૂલને ખરીદ્યો ન હતો, પરંતુ ટુર્નામેન્ટ શરૂ થવાના કેટલાક દિવસ પહેલા જ LSGનો એક ખેલાડી ઈજાગ્રસ્ત થતા આખી સિઝનમાંથી બહાર થયો અને શાર્દૂલને તે ખેલાડીની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું હતું.

4 / 10
શાર્દુલ ઠાકુરે તેને મળેલી આ તકનો જોરદાર ફાયદો ઉઠાવ્યો અને પોતાના ઉપનામ 'લોર્ડ શાર્દૂલ'ને સાર્થક કરતા મજબૂર પ્રદર્શન કર્યું હતું.

5 / 10
શાર્દુલ ઠાકુરને 'લોર્ડ શાર્દુલ' કહેવામાં આવે છે, કારણ કે તે ઘણીવાર મહત્વપૂર્ણ ક્ષણોમાં ટીમ માટે શાનદાર પ્રદર્શન કરે છે, ખાસ કરીને જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હોય છે.

6 / 10
શાર્દુલ ઠાકુરે ઘણી વખત જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે શાનદાર પ્રદર્શન કર્યું છે, તેથી તેમને 'લોર્ડ શાર્દુલ' કહેવામાં આવે છે. શાર્દુલ ઠાકુર એક એવો ખેલાડી છે જે બેટ અને બોલ બંનેથી ટીમ પર પ્રભાવ પાડી શકે છે.

7 / 10
2022માં દક્ષિણ આફ્રિકા સામે જોહાનિસબર્ગ ટેસ્ટમાં તેના પ્રદર્શન પછી તેને 'લોર્ડ' ઉપનામ મળ્યું હતું.

8 / 10
ત્યારબાદ શાર્દુલ ઠાકુરે ઈંગ્લેન્ડ સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું, જેના પછી તે 'લોર્ડ' ઉપનામથી વધુ ફેમસ થયો હતો.

9 / 10
શાર્દુલ ઠાકુરના પ્રદર્શન પછી 'લોર્ડ શાર્દુલ' સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. જે બાદ ફેન્સ તેને લોર્ડ શાર્દુલથી ઓળખવા લાગ્યા.

10 / 10
હવે લોર્ડ શાર્દુલે IPL 2025 માં કમાલ પ્રદર્શન કરી જોરદાર કમબેક કર્યું છે અને ચારેકોર તેની ચર્ચા છે. (All Photo Credit : PTI / X)

Next Photo Gallery