આઈપીએલ 2025માં અત્યારસુધઈ 9 મેચ રમાઈ ચૂકી છે. આ દરમિયાન 8 ટીમ જીત સાથે ખાતું ખોલી ચૂકી છે. તો મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ હજુ પણ પોતાના પહેલી જીતની રાહ જોઈ રહી છે. સીઝનની 9મી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતે જીત મેળવી હતી.
આ સીઝનમાં ગુજરાત ટાઈટન્સની પહેલી જીત હતી. ગુજરાત ટાઈટન્સની આ જીતની અસર પોઈન્ટ ટેબલમાં જોવા મળી હતી. જેમાં ગુજરાત ટાઈટલે લાંબી છલાંગ લગાવી છે.
ગુજરાત ટાઈટન્સ આ મેચ પહેલા પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાન પર હતી પરંતુ મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યા બાદ તેને ખુબ મોટો ફાયદો મળ્યો છે. હવે તે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સિવાય તેનો નેટ રેન રેટ પણ પોઝિટિવ થયો છે.
આઈપીએલ 2025 પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે, આરસીબી નંબર વન પર છે. બીજા સ્થાને લખનૌ સુપર જાયન્ટસ તેમજ ત્રીજા સ્થાને ગુજરાત ટાઈટન્સ અને ચોથા સ્થાને પંજાબ કિંગ્સની ટીમ છે. પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને દિલ્હી કેપિટ્લસ છે.
આઈપીએલ 2025 પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ તેમજ સાતમાં સ્થાને કોલકત્તા નાઈટ રાઈડર્સ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ આઠમાં સ્થાને અને નવમાં સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ 10માં સ્થાને રાજસ્થાન રોયલ્સની ટીમ છે.
મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમોએ હજુ સુધી પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલી શકી નથી.