IPL 2025ની 12મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈની ટીમે કોલકત્તાને હાર આપી હતી. મુંબઈ ઈન્ડિયન્સે પહેલી જીત મેળવી લીધી છે.આઈપીએલ 2025માં જીતનું ખાતું ખોલી લીધું છે.
ગત્ત સીઝનની ચેમ્પિયન ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે.જ્યારે મુંબઈ માત્ર 1 જીત સાથે લાંબી છલાંગ લગાવી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 10માં નંબરથી સીધી છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, પોઈન્ટ ટેબલમાં 10માંથી 8 ટીમ એવી છે. જેના સમાન અંક છે.
પોઈન્ટ ટેબલમાં સૌથી પહેલા આપણે મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો કોલકત્તાને હરાવી 3 મેચમાં પોતીની પ્રથમ જીત મેળવી છે. હવે તેની પાસે 2 પોઈન્ટ થયા છે. તેમજ કોલકત્તાને આ હારથી ખુબ મોટું નુકસાન થયું છે. કોલકત્તાની ટીમ 3 મેચમાં 2 પોઈન્ટના નેટ રન રેટ સાથે 10માં નંબર પર છે.
આખી ટુર્નામેન્ટ અને પોઈન્ટ ટેબલને રસપ્રદ બનાવતી એક બાબત પોઈન્ટ છે. હાલમાં 8 ટીમો છે જેમના 2-2 પોઈન્ટ છે. જોકે, નેટ રન રેટના કારણે તેઓ ટેબલમાં એકબીજાથી આગળ અથવા પાછળ છે.
IPL 2025 પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને આરસીબી છે. બીજા સ્થાને દિલ્હી તો ત્રીજા સ્થાને લખનૌ સુપર જાયન્ટની ટીમ છે, ચોથા સ્થાને ગુજરાત ટાઈટન્સ અને પાંચમાં સ્થાને પંજાબ કિંગ્સની ટીમ છે.
છઠ્ઠા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ, સાતમાં સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ આઠમાં સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ, નવમાં સ્થાને રાજસ્થાન રોયલ્સ અને છેલ્લા સ્થાને કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ છે.