
મુંબઈ, ગુજરાત અને દિલ્હી આવનાર દિવસમાં એકબીજા સાથે ટક્કરાશે. મુંબઈ 6 મેના રોજ ગુજરાત સામે રમશે. દિલ્હી 11 મેના રોજ ગુજરાત સામે રમશે. મુંબઈ પણ 15 મેના રોજ દિલ્હી વિરુદ્ધ રમશે.

મુંબઈ અને ગુજરાતને પ્લેઓફની રેસમાં પહોંચવા માટે 2 જીતની જરુર છે. મુંબઈનો નેટ રન રેટ આ 3 ટીમ કરતા સારો છે.દિલ્હીને પણ 18 અંક સુધી પહોચવા માટે 3 મેચ જીતવી પડશે.

કેકેઆર 11 મેચમાં 11 અંક મેળવ્યા છે. તેમણે સીએસકે , સનરાઈઝર્સ હૈદરાબાદ અને આરસીબી વિરુદ્ધ મેચ રમવાની છે.લખનૌ સુપર જાયન્ટસે 11 મેચમાં 10 પોઈન્ટ મેળવ્યા છે. તેમણે આરસીબી, ગુજરાત અને હૈદરાબાદ વિરુદ્ધ મેચ રમવાની છે. આશા રાખી શકીએ કે, CSK, સનરાઇઝર્સ અને રાજસ્થાન જેવી ટીમો સારું પ્રદર્શન કરે જેથી તેઓ ચોથા સ્થાને પહોંચી શકે.

સનરાઈઝર્સ હૈદરાબાદને પ્લેઓફમાં પહોંચવા માટે બીજી ટીમ પાસે વધારે મદદની જરુર પડશે. હૈદરાબાદે પોતાની બાકી રહેલી 3 મેચ જીતવી પડશે અને 14 પોઈન્ટ સુધી પહોચવું પડશે.