
યુવા સ્પિનર નૂર અહમદને પણ નવી જર્સી ખુબ લકી સાબિત થઈ છે. ગત્ત સીઝનમાં 10 મેચમાં તેમણે માત્ર 8 વિકેટ લીધી હતી. ત્યારબાદ તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. આ વખતે તે ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી રમે છે. તેમણે એક જ મેચમાં 4 વિકેટ લીધી છે.

આશુતોષ શર્મા દિલ્હી કેપિટલ્સમાંથી રમે છે.નવી જર્સીમાં પ્રથમ મેચમાં ચમકી ગયો છે. તેમણે પંજાબ કિંગ્સ માટે ગત્ત સીઝનમાં બેટિંગ કરી હતી. આ વખતે પ્રથમ વખત છવાય ગયો છે. તેમણે લખનૌ વિરુદ્ધ 212ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને જીતનો હીરો બન્યો છે.

ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે ગત્ત સીઝનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવી હતી. તેમણે આ સીઝનમાં પ્રથમ મેચમાં 97 રન ફટકાર્યા હતા. આઈપીએલ 2025માં પંજાબનો કેપ્ટન શ્રેયસ ઐય્યર છે.

તમને જણાવી દઈએ કે, ક્વિન્ટન ડિ કૉક માટે કેકેઆર આઈપીએલમાં છઠ્ઠી ટીમ છે. કેકેઆર પહેલા તે લખનૌ સુપર જાયન્ટની ટીમનો ભાગ હતો. મેગા ઓક્શનમાં ડિ કૉકને કેકેઆરની ટીમે 3.60 કરોડમાં ખરીદ્યો હતો. ક્વિન્ટન ડિ કૉક એક એવો વિદેશી ખેલાડી છે. જેમણે દરેક ફ્રેન્ચાઈઝી માટે રન બનાવ્યા છે. રાજસ્થાન સામે ડિકૉકે 97 રનની ઈનિગ્સ રમી હતી. પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.