
આ મેચ પછી બોલિવૂડ અભિનેત્રી અને પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા વૈભવ સૂર્યવંશીને ગળે લગાવતી એક તસવીર સામે આવી. આ તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગઈ પણ આ તસવીરની વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળી. ખરેખર, આ તસવીર નકલી નીકળી. પ્રીતિ ઝિન્ટાએ પોતે ટ્વીટ કરીને આ તસવીરનું ખંડન કર્યું હતું.

રાજસ્થાન રોયલ્સે પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વૈભવ સૂર્યવંશી અને પ્રીતિ ઝિન્ટા મેચ બાદ એકબીજાને મળી રહ્યા છે અને બંને ખૂબ જ સહજતાથી શેક હેન્ડ કરી રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન પ્રીતિ ઝિન્ટા વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરતી જોવા મળી હતી. મેચ દરમિયાન પણ વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગ જોઈને પ્રીતિ ઝિન્ટા તાળીઓ પાડતી જોવા મળી હતી. (All Photo Credit : PTI / X / INSTAGRAM)
Published On - 6:30 pm, Mon, 19 May 25