
અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમાઈ છે. દરમિયાન ઓરેન્જ કેપની રેસમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો ઈશાન કિશન સૌથી આગળ છે. જ્યારે પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર 97 રન સાથે બીજા સ્થાને છે અને ત્રીજા સ્થાને નિકોલસ પુરન અને ચોથા સ્થાને સાંઈ સુદર્શન અને પાંચમાં સ્થાને મિશેલ માર્શ છે.

ઈશાને 1 મેચમાં 106 રન બનાવ્યા છે. ઈશાને માત્ર 47 બોલમાં 106 રનની ઈનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 225.53ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી.પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે આ ફ્રેન્ચાઈઝી માટે પોતાની પહેલી જ મેચમાં શાનદાર બેટિંગ કરીને બધાના દિલ જીતી લીધા હતા.

ઈશાન કિશન 106 રન, સૌથી આગળ છે. IPL 2025 ઓરેન્જ કેપ સનરાઈઝર્સ હૈદરાબાદના ઈશાન કિશન પાસે હાલમાં ઓરેન્જ કેપ છે. હવે જોવાનું રહેશે સીઝનના અંતે કોના માથા પર ઓરેન્જ કેપ જાય છે.