
આ સાથે આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં બોલિવુડ સ્ટાર પણ જોવા મળશે. બોલિવુડ સ્ટાર શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન પણ ચાહકોનું મનોરંજન કરશે.

તો ચાલો જાણીએ આઈપીએલ ઓપનિંગ સેરેમનીની લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો. આઈપીએલની લાઈવ સ્ટ્રીમિંગ રાઈટ્સ જિઓ સિનેમાની પાસે છે. આ સિવાય સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર લાઈવ મેચ અને ઓપનિંગ સેરેમની જોઈ શકો છો.

આઈપીએલની આ પહેલી મેચ 22 માર્ચે સાંજે 7:30 વાગ્યે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.આઈપીએલની ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ સાંજે 6 વાગ્યે શરૂ થશે.

IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઇઝર્સ હૈદરાબાદ 10 ટીમો રમી રહી છે.
Published On - 11:34 am, Tue, 18 March 25