
મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચ દિલ્હી માટે કરો યા મરોની મેચ જેવી છે. મુંબઈએ છેલ્લી મેચમાં દિલ્હીને 12 રનથી હરાવ્યું હતું, જેમાં મિડલ ઓર્ડર બેટ્સમેનોની નિષ્ફળતા અને નબળી ફિલ્ડિંગ હારનું કારણ બની હતી. ડુ પ્લેસિસની કેપ્ટનશીપ હેઠળ, દિલ્હી આ ભૂલોને સુધારવાનો પ્રયાસ કરશે.

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અભિષેક પોરેલ, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રાજ નિગમ, માધવ તિવારી, કુલદીપ યાદવ, દુષ્મંત ચમીરા, મુસ્તિફિઝુર રહેમાન, મુકેશ કુમાર.