
નિકોલસ પૂરને IPLમાં 2000 રન પૂરા કર્યા. આ ખેલાડીએ 1199 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી. તે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર ડાબોડી બેટ્સમેન બની ગયો છે.

નિકોલસ પૂરને વર્ષ 2022 થી અત્યાર સુધીમાં 100 છગ્ગા ફટકાર્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે એકમાત્ર ખેલાડી છે. તેના પછી શિવમ દુબેએ 84 છગ્ગા ફટકાર્યા છે.

નિકોલસ પૂરને આ સિઝનમાં અત્યાર સુધીમાં 24 છગ્ગા ફટકાર્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સની આખી ટીમે મળીને અત્યાર સુધી આટલા સિક્સર ફટકાર્યા નથી. ચેન્નાઈના નામે 23 છગ્ગા છે. આમ તો, લખનૌની ટીમે આ સિઝનમાં IPLમાં સૌથી વધુ 58 છગ્ગા ફટકાર્યા છે.

લખનૌ સુપર જાયન્ટ્સે નિકોલસ પૂરનની મજબૂત ઈનિંગના આધારે 238 રન બનાવ્યા. મિશેલ માર્શે પણ 81 રનની ઈનિંગ રમી. માર્કરામે 47 રન બનાવ્યા. (All Photo Credit : PTI)