
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન અને IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતના દિવસો સારા નથી ચાલી રહ્યા.

પહેલા રિષભ પંતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી અને હવે તેનું બેટ IPLમાં સારું પ્રદર્શન કરી રહ્યું નથી.

લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરી રહેલ રિષભ પંત IPL 2025માં ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યો છે.

સ્વાભાવિક છે કે જ્યારે તમને 27 કરોડ રૂપિયા મળે છે, ત્યારે તમારા પર થોડું દબાણ તો હોય જ છે. રિષભ પંત સાથે પણ એવું જ થઈ રહ્યું છે.

કોલકાતા સામેની મેચમાં રિષભ પંતે કહ્યું કે તે ખુશ નથી. જો કે, ચિંતાની કોઈ વાત નથી, રિષભ પંતે ખરેખર ટોસ હાર્યા પછી આમ કહ્યું હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ હાર્યા બાદ રિષભ પંતે કહ્યું કે તે પહેલા બેટિંગ કરવાથી બહુ ખુશ નથી. જોકે, રિષભ પંતે કહ્યું કે એક કેપ્ટન તરીકે તે ટીમની જીતથી ખુશ થશે. (All Photo Credit : PTI)
Published On - 4:35 pm, Tue, 8 April 25