IPL 2025 : પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, 27 કરોડમાંથી તેના ખાતમાં કેટલા પૈસા આવશે જાણો
ભારતનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પર આઈપીએલ મેગા ઓક્શનમાં 27 કરોડ રુપિયાની બોલી લાગી હતી. 2016 થી 2024 સુધી દિલ્હી કેપિટલ્સનો ભાગ રહેલા પંત લખનૌ સુપરજાયન્ટસ માટે રમશે. તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે, 27 કરોડ રુપિયામાંથી પંતના ખાતામાં કેટલા પૈસા જશે.
1 / 5
ભારતીય ટીમના ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગના 2025ના મેગા ઓક્શનમાં છવાયા હતા. કેટલાક ખેલાડીઓ પર મેગા ઓક્શનમાં પૈસાનો વરસાદ કર્યો હતો. સ્ટાર વિકેટ કીપર રિષભ પંત પર લખનૌની ટીમે દિલ ખોલીને પૈસા ઉડાવ્યા છે.
2 / 5
લખનૌ સુપરજાયન્ટસે રિષભ પંતને 27 કરોડની મોટી બોલી લગાવી ટીમમાં લીધો છે. મેગા ઓક્શનમાં પંતને લેવા માટે રોયલ ચેલેન્જર બેગ્લુરુ પણ મેદાનમાં આવી હતી. તેમજ સનરાઈઝર્સ હૈદરાબાદે પણ પંત માટે બોલી લગાવી હતી.
3 / 5
અને અંતે આરટીએમનો ઉપયોગ કરી દિલ્હી બોલી લગાવી પરંતુ મેગા ઓક્શનમાં સંજીવ ગોયનકા અલગ જ મૂડમાં હતા. તેમણે 20.75 કરોડથી 27 કરોડની બોલી લગાવી હતી. જેના પર દિલ્હી દુર ખસી ગઈ અને અંતે લખનૌની ફ્રેન્ચાઈઝીએ બાજી મારી હતી.
4 / 5
હવે રસપ્રદ વાત તો એ છે કે, 27 કરોડમાં પંત પર બોલી લાગી તે આઈપીએલ મેગા ઓક્શનમાં સૌથી મોટી બોલી છે. શું 27 કરોડ રુપિયા પંતના ખાતામાં જશે કે પછી પૈસા કપાશે. એક રિપોર્ટ મુજબ વિકેટકીપરને મળનાર પૈસા ભારતીય સરકાર 6.1 કરોડ રુપિયા ટેક્સના કટ કરશે. તેથી પંતના અકાઉન્ટમાં 18.9 કરોડ રુપિયા આવશે. આનો અર્થ એ થયો કે, પંત અંદાજે 30 ટકા આવકવેરો ચૂકવશે.
5 / 5
હવે મેગા ઓક્શનમાં લખનૌ સુપરજાયન્ટસે આટલી મોટી રકમ આપી પંતને ટીમમાં સામેલ કર્યો છે. તો લખનૌ તેને કેપ્ટન બનાવી શકે છે. પંત 2016 થી 2024 સુધી દિલ્હી કેપિટ્લસનો ભાગ રહ્યો છે.