
IPL 2025ના આ મહત્વપૂર્ણ મુકાબલામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફેન્સની ઓછી હાજરી જોવા મળી હતી. સ્ટેડિયમમાં અનેક સીટ ખાલી જોવા મળી હતી.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. દેશભરના ક્રિકેટ ફેન્સ મેચ જોવા અહી આવે છે. ખાસ કરીને IPLમાં નાઈટ મેચમાં ફેન્સનો ઘસારો હોય છે.

પરંતુ IPL 2025ના આ મહત્વપૂર્ણ મુકાબલા માં ફેન્સની ઓછી હાજરીએ ફેન્સના મનમાં અનેક સવાલ ઊભા કર્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે સ્ટેડિયમમાં ફેન્સની હાજરી કેમ ઓછી રહી અને સીટ કે કેમ ખાલી જોવા મળી?

આનો સચોટ જવાબ તો કદાચ નહીં આપી શકાય, પરંતુ એવું માની શકાય કે ગુજરાતના અમદાવાદમાં મેચ છે અને હોમ ટીમ ગુજરાત ટાઈટન્સ જ આ મેચમાં રમી રહી નથી, એવામાં કદાચ ફેન્સની સંખ્યા ઘટી ગઈ હોય શકે.

બીજું મુખ્ય કારણ કદાચ હવામાન હોય શકે છે. અમદાવાદમાં મેચ શરૂ થાય તે પહેલા વરસાદ શરૂ થયો હતો. ટોસ બાદ મેચ જલ્દી શરૂ થઈ જ શકી નહીં, એવામાં કદાચ વરસાદના કારણે પણ ફેન્સ સ્ટેડિયમ માં હાજર ન રહ્યા હોત શકે. (AllPhoto Credit : PTI)