
આશ્ચર્યજનક વાત એ હતી કે જેક્સને 5 અવેજી ખેલાડીઓમાં સ્થાન મળ્યું પણ વિગ્નેશને ત્યાં પણ સ્થાન ન મળ્યું. વિગ્નેશને પ્લેઈંગ 11 માંથી બહાર કરી મુંબઈએ બધાને ચોંકાવી દીધા હતા.

તમને જણાવી દઈએ કે વિગ્નેશ છેલ્લી મેચમાં ચેન્નાઈ સામે મુંબઈનો સૌથી સફળ ખેલાડી રહ્યો હતો, છતાં તેને બહાર કરવામાં આવ્યો હતો.

હવે વિગ્નેશને કેમ પડતો મૂકવામાં આવ્યો તેનું કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું. ફ્રેન્ચાઈઝી દ્વારા તે ઘાયલ હતો કે બીમાર હતો તે અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

24 વર્ષીય સ્પિનર વિગ્નેશે ચેન્નાઈ સામે સિઝનની પહેલી મેચમાં જ IPL ડેબ્યૂ કર્યું હતું. વિગ્નેશે આ મેચ પહેલા એક પણ સિનિયર લેવલ મેચ રમી ન હતી, તેણે પહેલી જ ઓવરમાં એક વિકેટ લીધી અને પછીની બે ઓવરમાં એક-એક વિકેટ લીધી.

પોતાની ડેબ્યૂ મેચમાં 3 વિકેટ લઈને તે મેચમાં મુંબઈ માટે શ્રેષ્ઠ ખેલાડી સાબિત થયો. આવી સ્થિતિમાં તેને બાકાત રાખવાનો નિર્ણય આઘાતજનક હતો. (All Photo Credit : PTI)