
તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા મુંબઈ ટીમનો ફૂલટાઈમ કેપ્ટન છે. પરંતુ સ્લો ઓવર રેટને કારણે ગયા સિઝનમાં તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં MIની ગ્રુપ સ્ટેજ મેચો પૂર્ણ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં હાર્દિકને વર્તમાન સિઝનની પહેલી મેચમાં બહાર બેસવું પડ્યું. પરંતુ હવે તે ટીમની કમાન સંભાળવા માટે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા માટે ગઈ સિઝન ખૂબ જ ખરાબ રહી હતી. MIના ચાહકો દ્વારા હાર્દિક પંડ્યાને ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. જોકે, MIના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેને આશા છે કે MIના ચાહકો ગયા સિઝનમાં જે બન્યું તેનાથી આગળ જોશે અને ટીમને અને કેપ્ટનને સ્પોર્ટ કરશે.

મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કોચે કહ્યું, 'મને લાગે છે કે આ ફક્ત ક્રિકેટની રમત છે. ચાહકો 'ચાહકો' છે અને લાગણીઓ તેનો એક ભાગ છે અને મને ખાતરી છે કે દરેક વ્યક્તિ તેનાથી આગળ વધી ગયો છે. હાર્દિકે છેલ્લા 12 મહિનામાં ઘણું બધું હાંસલ કર્યું છે અને મને ખાતરી છે કે દરેક વ્યક્તિ ગયા વર્ષની સરખામણી કરવા માટે ઉત્સુક રહેશે. આપણે ક્રિકેટની સારી રમતનો આનંદ માણી શકીએ છીએ.

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આ છઠ્ઠી ટક્કર હશે. અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં, ગુજરાત ટાઈટન્સનો હાથ ઉપર હોય તેવું લાગે છે. હકીકતમાં, GTએ 5 માંથી 3 મેચમાં MIને હરાવ્યું છે જ્યારે મુંબઈની ટીમ બે વાર જીતવામાં સફળ રહી છે. ગયા સિઝનમાં બંને ટીમો વચ્ચે ફક્ત એક જ મેચ રમાઈ હતી. ત્યારે પણ ગુજરાતે મુંબઈને હરાવ્યું હતું. (All Photo Credit : PTI / X / IPL)
Published On - 5:57 pm, Sat, 29 March 25