GT vs DC : બટલર અને પ્રસિદ્ધે ગુજરાત ટાઈટન્સને અપાવી યાદગાર જીત, દિલ્હીની IPL 2025માં બીજી હાર

IPL 2025માં ટેબલ ટોપર્સની ટક્કરમાં ગુજરાત ટાઈટન્સનો વિજય થયો. 19 એપ્રિલ શનિવારના રોજ અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે, શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમે સિઝનમાં તેનો પાંચમો વિજય હાંસલ કર્યો હતો. દિલ્હી દ્વારા આપવામાં આવેલા 204 રનના મજબૂત લક્ષ્યને ગુજરાતે છેલ્લી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ જીતના હીરો જોસ બટલર અને પ્રસિદ્ધ કૃષ્ણા હતા. બટલરે 97 રન બનાવ્યા, જ્યારે પ્રસિદ્ધે 4 વિકેટ લઈને દિલ્હીને મોટો સ્કોર કરતા અટકાવ્યું હતું.

| Updated on: Apr 19, 2025 | 10:35 PM
4 / 7
બીજી તરફ, ગુજરાતની શરૂઆત ખરાબ રહી અને કેપ્ટન શુભમન ગિલ બીજી જ ઓવરમાં રન આઉટ થઈ ગયો. પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં કારણ કે સાઈ સુદર્શન (36) એ પોતાનું સાતત્યપૂર્ણ પ્રદર્શન ચાલુ રાખ્યું અને વળતો હુમલો કરતી ઈનિંગ રમી અને બટલર સાથે મળીને ટીમને સાત ઓવરમાં 70 રનનો આંકડો પાર કરાવ્યો.

5 / 7
સાઈ સુદર્શનના આઉટ થયા પછી, બટલરે જવાબદારી સંભાળી અને તેને ઈમ્પેક્ટ પ્લેયર શર્ફાન રૂથરફોર્ડે ટેકો આપ્યો. બટલરે સિઝનની પોતાની ત્રીજી અડધી સદી ફટકારી અને રૂથરફોર્ડ (43) સાથે મળીને 19મી ઓવરમાં ટીમને 193 રન સુધી પહોંચાડી.

6 / 7
ગુજરાતને છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી અને દિલ્હીએ ફરી એકવાર મિશેલ સ્ટાર્ક પર આધાર રાખ્યો, જેણે રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી મેચમાં 8 રન ડિફેન્ડ કર્યા હતા. પરંતુ આ વખતે રાહુલ તેવટિયાએ ઓવરના પહેલા બોલ પર સિક્સર અને બીજા બોલ પર ફોર ફટકારીને ટીમને 7 વિકેટથી જીત અપાવી હતી.

7 / 7
જોકે, બટલર પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં અને 54 બોલમાં 97 રન (11 ચોગ્ગા, 4 છગ્ગા) બનાવીને અણનમ પાછો ફર્યો, પરંતુ તેની ઈનિંગે ગુજરાતને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચાડ્યું હતું. (All Photo Credit : PTI)