
IPL 2025ની ફાઈનલ મેચ 3 જૂને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિઝનમાં અત્યાર સુધી બંને ટીમોએ ઉત્તમ ક્રિકેટ રમી છે અને તેથી જ તેમણે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

RCBની વાત કરીએ તો, તેઓએ ક્વોલિફાયર-1 માં પંજાબ કિંગ્સ સામે જીત મેળવી હતી. પંજાબ કિંગ્સે ક્વોલિફાયર-2 માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું.

આગામી મેચમાં પણ બંને ટીમોના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરતા જોવા મળી શકે છે. બંને ટીમ પોતાની બેસ્ટ પ્લેઈંગ 11 મેદાનમાં ઉતારશે.

પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન : પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનીસ, શશાંક સિંહ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કાયલ જેમીસન, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. ઈમ્પેક્ટ પ્લેયર : પ્રભસિમરન સિંહ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સંભવિત પ્લેઈંગ ઈલેવન : વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા. ઈમ્પેક્ટ પ્લેયર: મયંક અગ્રવાલ (All Photo Credit : PTI / Getty Images)