
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે IPL 2025ની ક્વોલિફાયર-2 મેચ પણ રમાઈ હતી. જેમાં વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો અને મેચ મોડી શરૂ થઈ હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ ઘણી સારી છે, જેના કારણે વરસાદ બંધ થયા બાદ મેચ શરૂ થઈ શકી અને મુંબઈને હરાવી પંજાબ ફાઈનલમાં પહોંચ્યું હતું.

હવે IPLની ફાઈનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જ યોજાવાની છે, એવામાં બધાના મનમાં સવાલ છે કે ફાઈનલના દિવસે અમદાવાદમાં હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર IPL 2025ની ફાઈનલ મેચના દિવસે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા છે. હવે જો ફાઈનલ મેચના સમયે વરસાદ પડે છે તો પણ આ મેચના પરિણામ પર વરસાદની કોઈ અસર નહીં થાય, કારણ કે IPL ગવર્નિંગ કાઉન્સિલે 4 જૂને રિઝર્વ ડે રાખ્યો છે.

આનો અર્થ એ થયો કે જો વરસાદને કારણે 3 જૂને મેચ રમી શકાતી નથી, તો તે 4 જૂને રમી શકાય છે. જો બીજા દિવસે પણ વરસાદના કારણે મેચ ના રમાય તો પોઈન્ટ ટેબલમાં આગળ રહેલી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. (All Photo Credit : PTI / Getty Images)
Published On - 9:28 pm, Mon, 2 June 25