
ભારત -પાકિસ્તાન વચ્ચે જંગનો ભય વધી રહ્યો છે. ત્યારે આઈપીએલ પર પણ ખતરો મંડરાય રહ્યો છે.ભારતમાં હાલમાં આઈપીએલ 2025 રમાય રહી છે. BCCIની ટી20 લીગ હવે પોતાના છેલ્લા તબક્કામાં પહોંચી છે પરંતુ આ વચ્ચે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો PoKમાં કરેલા એર સ્ટ્રાઈક બાદ ટેન્શન વધી ગયું છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ જેવી સ્થિતિ ઉદભવી છે. જેની અસર આઈપીએલ પર પણ પડી શકે ચે. તો શું આ વચ્ચે આઈપીએલ બંધ થઈ જશે?

ભારતે અડધી રાત્રે જ્યારે Pokના 9 આતંકી ઠેકાણા પર હુમલો કર્યો. તે સમયે આઈપીએલ 2025ની 56મી મેચ પૂર્ણ થઈ ચૂકી હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 56મી મેચ ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિન્યસને ડકવર્થ લુઈસના નિયમ હેઠળ 3 વિકેટથી હાર આપી છે.

આ મેચ પૂર્ણ થયા બાદ થોડા કલાકમાં ભારતે Pokમાં એર સ્ટ્રાઈર કરી હતી. જેનાથી યુદ્ધની આંશકા વધી રહી છે.

હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે અને IPLના બાકીના મેચો પણ તેમના નિર્ધારિત શેડ્યુલ મુજબ યોજાતી જોવા મળશે.આઈપીએલ 2025માં દેશ-વિદેશના અનેક મોટા સ્ટાર ખેલાડી રમી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ તો પોતાના દેશમાં છે પરંતુ વિદેશી છે તેની ચિંતા જરુર થઈ રહી છે.

આઈપીએલ 2025નું આયોજન 25 મે સુધી થવાનું છે. હાલમાં ટૂર્નામેન્ટ પ્લેઓફ માટે રેસ જોવા મળી રહી છે. 4 ટીમો વચ્ચે ફાઈનલ ટિકિટ મેચ રમાશે. જે 2 ટીમ ટિકિટ જીતશે. તે 25 મેના રોજ ફાઈનલ રમશે.