
ત્યારબાદ મેચમાં ટાર્ગેટ ચેન્જ કરનારી ટીમ સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરે છે. સુપર ઓવરમાં જ્યારે પણ કોઈ ટીમની 2 વિકેટ પડે છે. તો તેની ઈનિગ્સ પૂર્ણ માનવામાં આવે છે.

સુપર ઓવરમાં જે પણ ટીમ વધારે રન બનાવે છે. તે ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે.સુપર ઓવર દરમિયાન દરેક ટીમને એક DRSની મંજૂરી આપવામાં આવે છે. મેચમાં આપવામાં આવેલી કોઈપણ પેનલ્ટી સુપર ઓવરમાં ચાલુ રહેશે.

જો સુપર ઓવર મેચ પણ ટાઈ થાય છે. તો ફરી બંન્ને ટીમ બીજી સુપર ઓવર 5 મિનિટની અંદર શરુ કરે છે. જો આ સુપર ઓવર પણ ટાઈ થાય છે તો.ત્યારબાદ ફરી સુપર ઓવરની મેચ રમાડવામાં આવે છે. છેલ્લા 1 કલાક સુધી પરિણામ ન આવે તો.ત્યાં સુધી અમ્પાયર સુપર ઓવર કરાવી શકે છે.

છેલ્લે, અમ્પાયરો નક્કી કરશે કે છેલ્લી સુપર ઓવર ક્યારે થશે. જો વિજેતા નક્કી કરવા માટે જરૂરી સુપર ઓવર રમવી અથવા પૂર્ણ કરવી શક્ય ન હોય, તો મેચ ટાઈ થઈ જશે મેચમાં જો સુપર ઓવર અને ત્યારબાાદ સુપર ઓરમાં વરસાદના કારણે પૂર્ણ ન થઈ શકે તો, મેચને ટાઈ માનવામાં આવે છે.