
ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસે ગુજરાત ટાઇટન્સ સામે તોફાની ફિફ્ટી ફટકારી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ગુજરાત ટાઈટન્સ તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ લીધી, જ્યારે આર. સાઈ કિશોર, રાશિદ ખાન અને શાહરૂખ ખાને એક-એક વિકેટ લીધી છે.

ડેવોન કોનવે અને ડેવાલ્ડ બ્રેવિસની શાનદાર અડધી સદીની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાતને જીતવા માટે 231 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

CSKએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને કોનવે અને બ્રેવિસે તેમના માટે અડધી સદી ફટકારી. બ્રેવિસે અંતમાં વિસ્ફોટક બેટિંગ કરી જેના કારણે CSK 200 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યું.
Published On - 5:20 pm, Sun, 25 May 25