
જ્યારે આ મેચમાં ઈમ્પેક્ટ પ્લેયરની સાથે આ મેચમાં પ્લેઈંગ ઈલેવનના અન્ય ખેલાડીઓ પર પણ વ્યક્તિગત રીતે 12 લાખ રુપિયા કે પછી તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

કેપ્ટનની સદી ન અપાવી શકી જીત.પંતનું વ્યક્તિગત પ્રદર્શન પણ આઈપીએલ 2025માં સારું રહ્યું નથી. તેમણે છએલ્લી મેચ પહેલા 151 રન બનાવ્યા હતા.છેલ્લી મેચમાં તે અણનમ 118 રનની ઈનિગ્સ રમી ટીમનો સ્કોર 227 પહોંચાડ્યો હતો. આ મોટા સ્કોરનો બચાવ કરવા છતાં, LSG હારી ગયું.

પંતે આઈપીએલ 2025માં 14 મેચમાં 24.45ની એવરેજથી 269 રન બનાવ્યા છે. લખનૌ સુપર જાયન્ટસે પંતને 27 કરોડ રુપિયામાં મેગા ઓક્શનમાં ખરીદ્યો હતો. તેમને આશા હતી કે, પંત લખનૌની ટીમને ખિતાબ જીતાડશે પરંતુ તેની ટીમ લીગ સ્ટેજમાંથી જ બહાર થઈ હતી.

મેચનો હિરો જીતેશ શર્મા રહ્યો.33 બોલમાં 85 રનની ઈનિગ્સ રમનાર આરસીબીનો કેપ્ટન જીતેશ શર્માને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ ઈનિગ્સમાં તેમણે 6 સિક્સ અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા ફિલ સાલ્ટ 30 અને વિરાટ કોહલી 54 રનની ઈનિગ્સ રમી હતી. મયંક અગ્રવાલે પણ 23 બોલમાં 41 રનની ઈનિગ્સ રમી હતી. આ જીત સાથે આરસીબી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી.
Published On - 1:44 pm, Wed, 28 May 25