
મુંબઈ ઈન્ડિયન્સ દીપક ચહરની તાકાત જાણે છે, તેથી જ તેણે આ ખેલાડી પર આટલો મોટો દાવ લગાવ્યો છે. દીપક ચહરના આગમનથી મુંબઈનું બોલિંગ યુનિટ વધુ મજબૂત બન્યું છે. મુંબઈમાં જસપ્રીત બુમરાહ પહેલાથી જ છે.

હાર્દિક પંડ્યા પણ સારી બોલિંગ કરે છે. તેના સિવાય હવે ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર પણ ટીમમાં આવી ગયા છે. સ્પિન બોલરોમાં કરણ શર્મા અને અલ્લાહ ગઝનફર ટીમમાં આવ્યા છે. મુંબઈની ટીમની બોલિંગ ઘણી મજબૂત દેખાઈ રહી છે.