
સંજુ સેમસન 42 બોલમાં 69 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. મહત્વનું છે કે આ પહેલાની વાત કરવામાં આવે તો સંજુ સેમસન 7મી ઓવરના ત્રીજા બોલે 28 રન પર હતો. જોકે આ ચોથી ઓવર RRનો હિમાંશુ શર્મા ફેંકી રહ્યો હતો.

7મી ઓવરના ચોથા બોલે વિરાટ કોહલીએ સંજુ સેમસનનો કેચ છોડ્યો હતો. આ કેચ છૂટવા સમયે સેમસનના રન 28 હતા. આ કેચ છૂટયા બાદ સેમસન 42 બોલમાં 69 રન પર પહોંચ્યો હતો. જે RR ની જીત માટે ખૂબ મહત્વનો સાબિત થયો છે.

રિયાન પરાગે 4 બોલમાં 4 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલે 2 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં RR ને જીત મળી છે. રાજસ્થાન રોયલ્સે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું છે. જોસ બટલરે સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. જેમાં સેમસનના 69 રનનો ફાળો ખૂબ મહત્વનો છે.
Published On - 11:58 pm, Sat, 6 April 24