IPL 2024: RCB vs LSGની મેચમાં છઠ્ઠી અને આઠમી ઓવરનો એ બોલ જેના કારણે RCBના 280000000 ગયા પાણીમાં
IPL 2024માં આજે 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે યોજાયો. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજની મેચ રમાઈ. એક તરફ RCBમાં વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ જેવા ધુરંધર બેટ્સમેનો છે તો બીજી તરફ LSGમાં કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, મયંક યાદવ જેવા બોલરો છે. આ વચ્ચે LSG નો મયંક છવાયો છે. તેણે 2 બોલમાં RCB ના 28 કરોડ પાણીમાં ફેરવી દીધા. જોકે આ બે બોલ ફેંકનાર પ્લેયરને પ્લેયર ઓફ ધ મેચ પણ આપવામાં આવ્યો છે.