
એટલું જ નહીં IPLના ઈતિહાસમાં પાવરપ્લેમાં ગુજરાતનો આ સૌથી નાનો સ્કોર પણ છે. માત્ર આ મેચ જ નહીં પરંતુ આ સિઝનમાં ગુજરાતની ટીમ પાવરપ્લેમાં ઝડપી શરૂઆત કરવામાં નિષ્ફળ રહી છે. આ સિઝનમાં તેમનો પાવરપ્લે રન રેટ 7.54 રહ્યો છે, જે તમામ 10 ટીમોમાં સૌથી ઓછો છે.

બેંગલુરુના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ગુજરાતની હાલત ખરાબ કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી, જે આ સિઝનમાં સંઘર્ષ કરી રહ્યો હતો. તેણે બીજી ઓવરમાં રિદ્ધિમાન સાહા અને ચોથી ઓવરમાં કેપ્ટન શુભમન ગિલની વિકેટ લીધી હતી. ત્યાર બાદ છઠ્ઠી ઓવરમાં કેમરૂન ગ્રીને સાઈ સુદર્શનની વિકેટ લીધી હતી.