
જસપ્રીત બુમરાહે 17મી ઓવરમાં માત્ર 8 રન આપ્યા હતા, જેના કારણે MIની જીત લગભગ નિશ્ચિત હતી કારણ કે દિલ્હીને છેલ્લા 12 બોલમાં 55 રન બનાવવાના હતા. છેલ્લી બે ઓવરમાં મુંબઈના બોલરો મેચ પર નિયંત્રણ રાખતા હતા, જેના કારણે ડીસીને 29 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

MI vs DC મેચમાં શરૂઆતથી અંત સુધી બેટ્સમેનોએ પ્રભુત્વ જમાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પહેલા રોહિત શર્માએ 27 બોલમાં 49 રનની ઈનિંગ રમી હતી, જ્યારે ઈશાન કિશને પણ 23 બોલમાં 42 રન બનાવ્યા હતા. જોકે મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ 39 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ MIની ઇનિંગ્સના હીરો ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડ હતા.

ડેવિડે 45 રનની ઇનિંગ રમી અને શેફર્ડે માત્ર 10 બોલમાં 39 રન બનાવ્યા. ડેવિડ અને શેફર્ડે MI માટે છેલ્લી ઓવરોમાં મળીને 8 સિક્સર ફટકારી હતી. બીજી તરફ દિલ્હી માટે પૃથ્વી શૉએ 66 રન અને અભિષેક પોરેલે 41 રનનું યોગદાન આપ્યું હતું. જોકે ઋષભ પંત અને ડેવિડ વોર્નરનું બેટ કામ નહોતું કર્યું પરંતુ ટ્રિસ્ટન સ્ટબ્સે 25 બોલમાં 71 રનની ઇનિંગ રમી હતી.