
રોહિત શર્મા મેદાનમાં જેટલો ગુસ્સામાં હોય છે તેટલો જ તે મેદાનની બહાર રિલેક્સ અને ફની હોય છે. ચેન્નાઈ સામેની મેચ પહેલા જ રોહિતના રમૂજી સ્વભાવનો ફેન્સને પરિચય થયો હતો. રોહિત ટીમ સાથે હોટલથી સ્ટેડિયમ જઈ રહ્યા હતા ત્યારે તે મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના તમામ સભ્યો ટીમ બસમાં બેસી સ્ટેડિયમ જઈ રહ્યા હતા ત્યારે રોહિત અચાનક બસમાં તેની સીટ છોડી ડ્રાઈવર સીટ પર આવીને બેસી ગયો હતો અને ટીમ બસને ચલાવવા માટે તૈયાર થઈ ગયો હતો.

ટીમ બસના MIના ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફ હાજર હતા અને બસની આસપાસ ફેન્સની ભીડ હતી. રોહિતે ડ્રાઈવિંગ સીટ પર બેસી આ બસ ચલાવવાની તૈયારી કરી હતી અને બાદમાં તેના ફોનમાં આ મોમેન્ટને કેપ્ચર કરી હતી.

રોહિતને જોઈ ડાયહાર્ટ ક્રિકેટ ફેન્સને ધોનીની યાદ આવી હતી. કારણકે 16 વર્ષ પહેલા રોહિતની જેમ જ ધોની પણ ટીમ બસની ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો અને બસને ડ્રાઈવ કરી હતી. 2008માં નાગપુરમાં એક દિવસે અચાનક ગ્રાઉન્ડ પરથી પાછા જતી વખતે ધોનીએ ટીમ બસ ડ્રાઈવરને પાછળ બેસવાનું કહ્યું તે બસને ગ્રાઉન્ડથી નાગપુરની હોટેલ સુધી ચલાવીને લઈ ગયો હતો.

આ સિવાય જ્યારે IPLની બીજી સિઝન આફ્રિકામાં રમાઈ રહી હતી ત્યારે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર મખાયા એનટીનીએ ટીમની બસ ચલાવી હતી અને હિન્દી ગીતો ગાતા-ગાતા બસ ચલાવી ખેલાડીઓને તેમના ડેસ્ટિનેશન પર લઈ ગયો હતો.
Published On - 11:07 pm, Mon, 15 April 24