IPL 2024નો સૌથી ફાસ્ટેસ્ટ બોલ, LSG vs PBKSની મેચમાં ડેબ્યૂ કરનાર બોલરે બેટ્સમેનના ધ્રુજાવ્યા પગ, જુઓ Speed

|

Mar 30, 2024 | 11:38 PM

મયંક યાદવે પંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે ડેબ્યૂ કર્યું હતું. જોકે આ ડેબ્યૂમાં તેણે IPL 2024ના ઇતિહાસનો સૌથી ફાસ્ટ બોલ નાખ્યો છે. 147, 146, 150, 141, 149, 156, 150, 142, 144, 153, 149 આ ફક્ત આંકડા નથી પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સના મયંક યાદવે ફેંકેલા બોલની સ્પીડ છે. આ સાથે આજે તેણે IPL 2024 નો સૌથી ફાસ્ટ બોલ 155.8 KMPH નાખ્યો હતો.

1 / 5
લખનૌ સુપરજાયન્ટ્સના મયંક યાદવે શનિવારે તેનું IPL ડેબ્યૂ યાદગાર બનાવ્યું હતું. માત્ર 21 વર્ષની ઉંમરે તેની પ્રથમ આઈપીએલ મેચ રમી રહેલા મયંકે 150 KMPH નો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

2 / 5
મયંકે આ સમયગાળા દરમિયાન IPL 2024નો સૌથી ઝડપી બોલ પણ ફેંક્યો હતો. તેણે નાન્દ્રે બર્ગરની 153 કિમી પ્રતિ કલાકની ઝડપના રેકોર્ડને તોડ્યો હતો. જે મયંક એ 155.8 કિમી પ્રતિ કલાકની ઝડપનો બોલ ફેંકી રેકોર્ડ બનાવ્યો.

3 / 5
મયંકે પોતાની ફાસ્ટ બોલિંગથી શિખર ધવન અને જોની બેરસ્ટો જેવા અનુભવી બેટ્સમેનોને પરસેવો પાડી દીધો હતો. તેણે 4 ઓવર ફેંકી 3 વિકીટ લીધી હતી. મયંક યાદવની બોલિંગની ખાસિયત માત્ર તેની ઝડપ નહોતી. વાસ્તવમાં, આ સમયગાળા દરમિયાન તેણે લાઇન અને લેંથ પર અદ્ભુત નિયંત્રણ પણ બતાવ્યું.

4 / 5
આ જ કારણ હતું કે 100થી વધુ રનની ભાગીદારી કરનાર ધવન અને બેયરસ્ટો પણ તેના બોલ પર કંઈ કરી શક્યા ન હતા. મયંક એવા સમયે બોલિંગ કરવા આવ્યો જ્યારે પંજાબના ઓપનર ઝડપી રન બનાવી રહ્યા હતા.

5 / 5
મયંકે તેની કિલર બોલિંગ વડે પંજાબના બેટ્સમેનોને ધ્રૂજવી દીધા હતા. મયંક સતત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકતો હતો. તેના સૌથી ધીમા બોલની ઝડપ પણ 139 kmph હતી. (All Photos - IPL)

Published On - 11:37 pm, Sat, 30 March 24

Next Photo Gallery