IPL 2024 ની 42મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ ટક્કર. ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહેલી મેચમાં પંજાબ અને કોલકાતા બંને ટીમોએ મોટો નિર્ણય લીધો અને પ્લેઈંગ ઈલેવનમાંથી પોતાના બે મોટા ખેલાડીઓને બહાર કર્યા. કોલકાતાએ સ્ટાર્કને અને પંજાબે લિયામ લિવિંગ્સ્ટનને બહાર કર્યો હતો.
મતલબ, કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચમાં 36.25 કરોડની કિંમતના 2 ખેલાડી નથી રમી રહ્યા. તમને જણાવી દઈએ કે કોલકાતાએ સ્ટાર્કની જગ્યાએ દુષ્મંથા ચમીરાને તક આપી હતી. જ્યારે પંજાબે લિવિંગસ્ટનના સ્થાને બેયરસ્ટો ટીમમાં સામેલ કર્યો હતો.
5 / 5
પંજાબ કિંગ્સ માટે કોલકાતા સામે જીત જરૂરી છે. આ ટીમ 8 મેચમાંથી માત્ર 2 જ જીતી શકી છે. બીજી હારનો અર્થ પ્લેઓફમાંથી બહાર થઈ જવું.