
શ્રેયસ અય્યર મુંબઈમાં માતા-પિતા સાથે રહે છે. શ્રેયસ અય્યર પરિવાર સાથેના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે. ક્રિકેટર પાસે શૂઝનું ખુબ મોટું કલેક્શન છે.શ્રેયસ અય્યરે પોતાના આલીશાન ઘરમાં સ્નીકર્સ માટે અલગ કબોટ રાખ્યું છે.

ક્રિકેટર ફિટનેસને ખુબ મહત્વ આપે છે. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરના ઘરમાં એક ડોગ પણ છે. તે હંમેશા તેની સાથેના ફોટો શેર કરતો રહે છે.અય્યરની બહેન પણ તેના ભાઈની જેમ ખૂબ ટેલેન્ટેડ છે. તેની બહેન કોરિયોગ્રાફર છે,અય્યરનું શિક્ષણ ડોન બોસ્કો હાઈસ્કૂલ, માટુંગા અને રામનિરંજન આનંદીલાલ પોદાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ, મુંબઈમાં થયું હતું.

અય્યરે તેની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી અને નવેમ્બર 2021માં ન્યુઝીલેન્ડ સામેની બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી.અય્યર સ્થાનિક ક્રિકેટમાં મુંબઈ માટે રમે છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન છે. તે 2014 ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ માટે રમ્યો હતો.

શ્રેયસ સંતોષનો જન્મ 6 ડિસેમ્બર 1994 ચેમ્બુરમાં થયો છે. એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ભારતીય ક્રિકેટ ટીમ માટે જમણા હાથના બેટર તરીકે રમે છે. તે ભારતીય ટીમ માટે તમામ ફોર્મેટમાં રમ્યો છે.

દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)એ તેને 2.6 કરોડ રૂપિયામાં 2015ની IPLઓક્શનમાં ખરીદ્યો ત્યારે તે ચર્ચામાં રહ્યો હતો. તેણે તે સિઝનમાં 439 રન બનાવ્યા અને IPL ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. પછીની છ સિઝનમાં, તે ટીમનો કપ્તાન બન્યો અને એક સિઝનમાં 400 થી વધુ રન બનાવ્યા છે.

18 વર્ષની ઉંમરે, ઐયરને શિવાજી પાર્ક જીમખાનામાં કોચ પ્રવિણ આમરે જોયો હતો.તેને ક્રિકેટના શરૂઆતના દિવસોમાં તાલીમ આપી હતી.અય્યરના સાથી ખેલાડીઓ તેની સરખામણી વીરેન્દ્ર સેહવાગ સાથે કરતા હતા. મુંબઈની પોદાર કૉલેજમાંથી ગ્રેજ્યુએશન દરમિયાન, અય્યરે તેમની કૉલેજ ટીમને કેટલીક ટ્રોફી પણ જીતાડી હતી.

ઈંગ્લેન્ડ સામેની ODI સીરિઝની પ્રથમ મેચમાં ભારત તરફથી રમતી વખતે તેના ડાબા ખભામાં ઈજાના કારણે તે IPL 2021 ની અડધી સિઝન ચૂકી ગયો હતો. તેણે દિલ્હી કેપિટલ્સ માટે છ મહિનાના ગાળા પછી પુનરાગમન કર્યું. 2022 IPL ઓક્શનમાં અય્યરને કોલકાતા નાઈટ રાઈડર્સે ₹ 12.25 કરોડમાં ખરીદ્યો હતો. તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો.

અય્યરે 2014-15 વિજય હજારે ટ્રોફીમાં રમીને નવેમ્બર 2014માં મુંબઈ માટે લિસ્ટ Aમાં પ્રવેશ કર્યો હતો. તેણે તે ટૂર્નામેન્ટમાં 54.60ની એવરેજથી 273 રન બનાવ્યા હતા. અય્યરે ડિસેમ્બર 2014માં 2014-15 રણજી ટ્રોફી દરમિયાન ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે તેની પ્રથમ રણજી સિઝનમાં બે સદી અને છ અર્ધસદી સહિત 50.56ની સરેરાશથી કુલ 809 રન બનાવ્યા હતા. તે 2014-15 રણજી ટ્રોફીનો 7મો સૌથી વધુ સ્કોર હતો.

તેને 2023 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તે ભારતીય ટીમનો ભાગ હતો જેણે 2023 એશિયા કપ જીત્યો હતો. હવે કોલકાતા નાઈટ રાઈડર્સના આ કેપ્ટન પાસે ચાહકો આઈપીએલ 2024 ટ્રોફીની આશા રાખી રહ્યા છે.
Published On - 6:28 am, Sat, 25 May 24